તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાયોને સિંહના મુખમાં ધકેલનાર ફોરેસ્ટરની બદલી

ભેસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મામલે વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ તપાસ કમિટી નિમાઇ હતી

ભેંસાણના નવા વાઘણિયાના ચારણની ગાયોને સિંહના મુખમાં ધકેલવા બદલ વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટરની બદલી કરાઇ છે.નવા વાઘણિયાના ગઢવી રામભાઇની ગાયો ઉત્તર રેન્જના રણશીવાવના જંગલમાં ચરતી હતી ત્યારે વનવિભાગે ગાયોને જંગલમાં હંકારી જઇ 4 ગાયોનો શિકાર કરાવી નાંખ્યો હતો.

આ મામલે માલધારી સમાજ અને ભેંસાણ તાલુકાના 20 ગામોમાં લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો. વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટર મેહુલ મકવાણા સામે પગલાંની માંગ કરાઇ હતી. તા.પં. સભ્ય ગાંડુભાઇ કથીરિયાએ વારંવાર રજૂઆત કરી હતી. જેમાં કમિટીને તપાસ સોંપાઇ છે. દરમ્યાન તા. 10 ઓગષ્ટે તપાસ પૂરી થતાં તેમની મોટી મારડ ખાતે તાકીદની અસરથી બદલી કરી નાંખવામાં આવી છે. આ મુદ્દે ગામલોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. તેમજ ફોરેસ્ટર સામે પગલા લેવાની માગણી પણ કરાઇ હતી.

વેરાવળના મંડોર નજીક હિરણ નદીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો
વેરાવળ તાલુકાના મંડોર ગામે નજીક હિરણ નદીનાં કાંઠે મૃત સિંહનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્‍ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સિંહનાં મૃતદેહનો કબજો લઇ તપાસ હાથ ઘરી હતી. બાદમાં સિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. અા અંગે વેરાવળ રેંજના અારએફઅો એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, મૃત હાલતમાં મળેલો સિંહ પાંચથી સાત વર્ષનો છે. સિંહ ગીર જંગલમાં વસવાટ કરતા કોઇ ગ્રુપનો છે. બે દિવસ પહેલા સિંહનું મૃત્યુ થયાનું પ્રાથમીક તારણ છે.

અન્ય સમાચારો પણ છે...