તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીમાં પોલમપોલ:ભેસાણથી ખજૂરી હડમતિયા રોડ પેચવર્કની કામગીરી લોકોએ અટકાવી

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડા મૂકી મનફાવે તેમ કામ થતાં યોગ્ય કરવા માંગ

ભેંસાણ તાલુકાના ગામોમાં રોડ પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દરમ્યા કામગીરીમાં પોલમપોલ ચાલી રહેલી હોય અને અમુક ખાડાઓ ન બુરવામાં આવતા ગ્રમજનો અને સરપંચ સહિતના દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે.ભેંસાણ તાલુકાના મંજુરી, હડમતીયા, ધવા, પરબ તેમજ પરબવાવડી સહિતના ગામોમાં પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે જવાબદાર અધીકારીઓ દ્વારા મસમોટા ખાડા મુકી મનફાવે ત્યાં પેચવર્ક કરતાં પરવાવડી ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા કામ રોકવામાં આવ્યું હતું.

દરમ્યાન અધિકારીને બન્ને સાઈડ સંળગ રીપેરીંગ કરી આપવાની રજૂઆત કરી હતી. અને જો તે મુજબ કામગીરી કરાઇ નહિં તો ગાંધી ચિધ્યા રાહે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.ભેંસાણ થી ખંજુરી હડમતીયા સુધીના 33 કીમીના રસ્તો મંજુર થયો છે. તેની ટેન્ડરીંગ પ્રક્રિયા પુર્ણ કરી સત્વરે કામગીરી શરૂ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...