રાહત:કાજલીમાં મગફળી, ભેંસાણ યાર્ડમાં કપાસની બમ્પર આવક

કાજલી, ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણમાં કપાસનો ભાવ 600 થી 1700
  • આ વખતે 2 થી 10 મણ સુધીનો ઉતારો રહેશે

વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિતની આવક શરૂ થઈ છે. સારા ભાવને કારણે કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે. હરરાજીમાં કોઇ મુશ્કેલી ન પડે એ માટેની તકેદારી રખાઇ રહી છે. ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક શરૂ થઇ ગઇ છે. દર વખતે ખેડૂતોને 30 થી 35 મણનો ઉતારો બેસતો હોય છે.

જે આ વખતે 2 થી 10 મણ સુધીનો રહેશે. આગામી એક સપ્તાહમાં ખેડૂતો કપાસ ઉપાડી લેશે. ભેંસાણ યાર્ડમાં અત્યારે કપાસનો ભાવ માલ પ્રમાણે 600 થી 1700 સુધીનો બોલાય છે. ગઇકાલે જાહેર કરાયેલા રાહત પેકેજમાં ભેંસાણ તાલુકાને બાકાત રખાતાં રાહત પેકેજમાં સમાવવા માંગ ઉઠી છે.

કાજલી યાર્ડમાં આજનો ભાવ

મગફળી

840-1166

ઘઉં

365-425

સોયાબીન

901-1011

બાજરો

280-330

રાય

1301-1475

તલ

1701-1870

અન્ય સમાચારો પણ છે...