રોષ:ભેંસાણ યાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં આત્મ વિલોપનની ચિમકી

ભેંસાણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 106 કોથળામાંથી 6 કોથળા રિજેક્ટ થતાં ખેડૂત રોષે ભરાયો

હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે માગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં ખરીદી દરમ્યાન અધિકારીઓના મનસ્વી વલણ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. દિવાળીના તહેવાર બાદ લાંભ પાંચમથી સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમ્યાન ભેંસાણ યાર્ડમાંથી અત્યાર સુધીમાં 520 ખેડૂતોને મેસેજ કર્યાં હતા. જેમાંથી માત્ર 70 ખેડૂતો મગફળી લઈને વેચાણ અર્થે આવ્યાં હતા. જેમાં અંદાજે 20 જેટલા ઢગલા રીજેક્ટ કરાયા છે.

જેમાં ગત સાંજે ભેંસાણના ખંભાળીયા ગામના ખેડૂત હરસુખભાઈ કોરાટના 106 કોથળા જોખવાની કામગીરી શરૂ હતી. દરમ્યાન યાર્ડ અધિકારી દ્વારા જોખવાના બાકી રહેલા 6 કોથલા રિજેક્ટ કર્યાં હતા. અને ખેડૂતને મગફળી માંથી ધુળ સાફ કરી ફરીથી ગ્રેડીંગ કરવા જણાવ્યું હતું. જેનો ખેડૂત દ્વારા વિરોદ્ધ કરી નિયમ વિરૂદ્ધ ગણાવી અધિકારી ખેડૂતોને યેન-કેન પ્રકારે હેરાન કરતાં હોવાના આક્ષેપ કર્યાં હતા. આમ ઘટનાને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ મગફળીનો કોઈ સુખદ નિર્ણય લેવામાં નહિં આવે તો ખરીદી કેન્દ્રમાં કોથળા પર બેસી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...