તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:ઓર્ગેનીક ડ્રેગન ફ્રૂટના કિલોએ રૂ. 500 ઉપજ્યા, છોડવડીના ખેડૂતે અમદાવાદ અને સુરતનું બજાર સર કર્યું

ભેંસાણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભેંસાણના છોડવડીના પ્રગતિશીલ ખેડૂતે 7 વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી માતબર ઉત્પાદન મેળવ્યું છે.ભેંસાણ તાલુકાના છોડવડી ગામના પરેશભાઇ કથીરિયાએ પોતાની 7 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ 3 વર્ષે તેમાં ફળ આવવા લાગે છે. અને તેનું આયુષ્ય 20 થી 22 વર્ષનું હોય છે.

પરેશભાઇએ પાછું તેને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાને બદલે ગાયના છાણમાંથી બનેલું જીવામૃત, ગાયની છાશનો છંટકાવ કરી સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી ઉતારો મેળવ્યો છે. પરીણામે તેમાં મીઠાશ પણ સારી એવી રહે છે. પરેશભાઇનાં ડ્રેગન ફ્રૂટ અમદાવાદ અને સુરતની ફ્રૂટ બજારમાં બમણા ભાવે વેચાય છે. જેમાં તેમને ગ્રેડીંગ થકી કિલોના રૂ. 200 થી લઇને 500 નો ભાવ મળે છે.

અન્ય સમાચારો પણ છે...