ભેંસાણ પંથકમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું જો કે અમુક વિસ્તારમાં ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને વિઘા દીઢ માત્ર 5 થી 12 મણનો જ ઉતારો આવ્યો હતો કારણ કે મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.આ ઉપરાંત સરકાર દ્રારા પ્રતિ 20 મણ રૂ 23,400 નો ભાવ નક્કી કરાયો હતો જો કે બજારમાં 28 હજારથી લઈ 29,500 સુધીના મગફળીના ઉતારા મુજબ ભાવ મળતા હોય જેથી ભેંસાણમાં ટેકો રિજકેટ થયો હતો અને માત્ર એક ખેડૂતે ટેકાના ભાવે મગફળી વેચી હતી. આ ઉપરાંત સાંકરોળા, હડમતીયામાં બે-ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં ઓનલાઈન દસ્તાવેજમાં ભૂલના લીધે ખેડૂતો ને પેમેન્ટ મળેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.