ખેડૂતોમાં રાહત:ભેંસાણ માકેર્ટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ, પ્રતિમણ રૂ.300નો ભાવ બોલાયો

ભેંસાણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં ખેડૂતોને રાજકોટ, ગોંડલ, અમદાવાદ, જામનગર જવું પડતું હતું, રાહત પ્રસરી

ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનાં શ્રીગણેશ થયા છે. અને સારા ભાવ મળતા ખેડૂતોમાં રાહત પ્રસરી છે. ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસોની આવક થતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલાં ડુંગળીની આવક શરૂ થઈ છે. અને તેમની હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રતિમણ 200 થી 300 રૂપિયાનો ભાવ બોલાયો હતો. આ યાર્ડમાં 42 જેટલા ગામનાં ખેડૂતો 50 થી 60 કિ.મી.નું અંતર કાપી જણસ વહેંચવા માટે આવી રહ્યાં છે. અગાઉ ભેંસાણ પંથકનાં ખેડૂતોને રાજકોટ, ગોંડલ, અમદાવાદ, જામનગર સહિતનાં શહેરોમાં ડુંગળીનું વેંચાણ કરવા જવું પડતું હતું. અને પોષણશ્રમ ભાવ પણ મળતા ન હતા.

શું કહે છે યાર્ડનાં ચેરમેન ?
આ અંગે યાર્ડનાં ચેરમેન નટુભાઈ પોંકીયા, એસ.પી.કુબાવતે જણાવ્યું હતું કે, અહીંયા જણસ વહેંચવા આવતા ખેડૂતોને સારા ભાવ મળે એ માટે અમે પ્રયત્નશીલ છીએ તેમજ અવ્યવસ્થા ઉભી ન થાય એ માટે પણ તકેદારી રખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...