રજૂઆત:ભેંસાણ પંથકમાં એસટી બસ સેવા શરૂ નહીં થાય તો આંદોલન

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મુદ્દે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી

ભેંસાણ પંથકનાં ગામોમાં એસટીએ કોરોના બાદ ફરી રૂટ શરૂ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્નને લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ-બગસરા રૂટની એસટી બસ જે સવારે 8:15 વાગ્યે ઉપડી જે ભેંસાણથી ચુડા, બાબરા, હડમતીયા, સરદારપુર, મોરવાડા, ગોરવીયાળી જેવા ગામોમાં જતી હતી.

જ્યારે બીજા રૂટની વાત કરીએ તો વડીયા-જૂનાગઢ જે સવારે 9:15 કલાકે ઉપડતી આ બસ હનુમાન ખીજડીયા, વડીયા, ખંભાળીયા સહિતનાં ગામોને જોડતી હોય. જેથી લોકોને મુસાફરીમાં કોઈ જ મુશ્કેલી પડતી ન હતી.પરંતુ કોરોના મહામારી સમયે આ રૂટ બંધ કરી દેવાયા હતા. જે આજદિન સુધી શરૂ થયેલ નથી. 20 વર્ષ જૂના રૂટને બંધ કરતા 42 ગામનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ નાછૂટકે ખાનગી વાહનમાં જવું પડી રહ્યું છે. 10 દિવસમાં બસ શરૂ નહીં થાય તો ગાંડુભાઈ કથીરીયાએ ગ્રામજનોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ડેપો મેનેજરને પણ રજૂઆત કરાઈ છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...