તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:ભેંસાણનાં ઉમરાળી ગામે ગૌચરમાંથી 9 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો

ભેંસાણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક આરોપીને ઝડપી પાડી અન્ય એકની શોધખોળ આદરી

ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવેલો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરી ભારતીય બનાવટી વિદેશી દારૂની 189 પેટી સાથે એક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉમરાળી ગામે ગૌચર જમીન આવેલી હોય જેમાં કોઈ ઈસમ દ્વારા દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધાકે પીએસઆઈ એ.ડી. વાળા સહિતનો સ્ટાફ બી.પી. વાઘેલા, હૈદરઅલ્લી, કનકસીંહ, જીગ્નેશભાઈ સહિતનાએ સ્થળ પર રેડ કરી હતી. દરમ્યાન ગૌચર જમીન પાસે બાઈક આરોપી કેતન બરાળીયાને ઝડપી પાડી સ્થળ તપાસ કરી 3 લાખની 189 દારૂની પેટી કબ્જે લીધી હતી. પોલીસે અન્ય આરોપી પ્રકાશ ખુમાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...