ભેંસાણ પંથકનાં માડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા બીજી વખત જાહેર શૌચાલયનું નિર્માણ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે અન્ય રોડ, રસ્તા સહિતની કામગીરી કરવાના બદલે જે પહેલા બનાવાયેલા શૌચાલય બિનઉપયોગી બન્યા છે. ત્યારે જ ફરી શૌચાલયનું કામ શરૂ કર્યું છે.
લોકોએ વધુમાં કહ્યું હતું કે, જે જગ્યા પર શૌચાલયનું નિર્માણ થઈ રહ્યું છે. તેનાથી માત્ર થોડા અંતરે જ પાણીનો સમ્પ આવેલો છે. જો શૌચાલયનું દુષીત પાણી આ ટાંકામાં ભળી જાય તો રોગચાળો પણ વકરી શકે છે.
બાંધકામમાં ગેરરિતીનો આક્ષેપ
લોકોએ વધુમાં કહ્યું હતું કે, શૌચાલયના બાંધકામનું મટીરીયલ્સ પણ નબળુ વાપરવામાં આવી રહ્યું છે. અને ટીડીઓને ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ ઉપરાંત આ ગામમાં સો ટકા શૌચાલય હોય અને એવોર્ડ પણ મળી ચૂક્યો હોય તેમ છતાં પંચાયત દ્વારા બીજી વખત શૌચાલયનું નિર્માણ કરાતા સવાલો ઉઠી રહ્યાં છે. } તસવીર - અરૂણ મહેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.