ભેંસાણ પંથકના માલીડા ગામે રહેતાં મનહરભાઈ શંભુભાઈ લુણસરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,મનહરભાઈ અને આરોપીઓ પાડોશી થતા હોય અને મનહરભાઈ નેઉકરડાની જગ્યા મુદ્દે મનદુઃખ ચાલતું હોય અને અરવિંદભાઈ કાંતિભાઈ અઘેરા, વિશાલ હરસુખભાઈ અઘેરા,પિન્ટુ દેવાયતભાઈ અઘેરા,જેરામભાઈ મનજીભાઈ અઘેરા,હંસાબેન જેરામભાઈ અઘેરા,પાલો જેરામભાઈ અઘેરા,ભાનુબેન હરસુખભાઈ અઘેરા અને અરવિંદભાઈ ના પત્નીએ વારા ફરતી અલગ અલગ જગ્યાએ મનહર ભાઈ સાથે બોલાચાલી ઝગડો કર્યો હતો.
અને મુઢ માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે પણ માર માર્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયોછે.આઉપરાંતમનહરભાઈ,પરિવાર ના સભ્યનો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે અરવિંદભાઈ કાંતિભાઈ અઘેરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અરવિંદભાઈ એ ઉકરડામાં કચરો નાંખવાની ના પાડતા મનહરભાઈ શંભુભાઈ લુણસરીયાએ ઉશ્કેરાય જઈ ઢીકાપાટુનો માર માર્યો હતો.
અને ભરતભાઈ શંભુભાઈ લુણગરીયાએ પથથર નીચેથી ઉઠાવી મારવાની કોશિષ કરી હતી તેમજ નાથીબેન શંભુભાઈ લુણસરીયાએ અરવિંદભાઈના માથાના ભાગે કળસયા વડે હુમલો કર્યો હતો.પોલીસે બંન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.