તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેંસાણ તાલુકાના બરવાળાથી ભેંસાણ માર્કેટ યાર્ડના કર્મચારીનું અપહરણ કરનાર શખ્સોને પોલીસે પકડી અપહૃત આધેડને મુક્ત કરાવ્યા હતા. અપહૃતના પુત્રએ પ્રેમલગ્ન કરતાં તેના સાસરિયાંએ અપહરણ કર્યાનું ખુલ્યું હતું. ભેસાણ તાલુકાના બરવાળામાં રહેતા અને ભેંસાણ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા ગાંગજીભાઈ કેશુભાઈ ગોંડલીયા (ઉ. 54) નું 6 થી 7 અજાણ્યા શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું. બનાવ અંગે તેમના પત્ની હંસાબેને ભેંસાણ પોલીસને જાણ કરી હતી.
આથી ભેંસાણના પીએસઆઇ એ. ડી. વાળા અને સ્ટાફ દ્વારા તાકીદે તપાસ હાથ ધરાઇ હતી. જૂનાગઢના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ એચ. આઈ. ભાટી, ટેક્નિકલ સેલના પીએસઆઇ ડી. એમ. જલુ અને સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમ બનાવાઇ હતી. અપહૃત ગાંગજીભાઈનો મોટો દીકરો હરેશ સુરતમાં એમ્બ્રોઇડરી વર્કનું કામ કરતો હોય દોઢેક માસ પહેલાં વરાછામાં રહેતા સવજીભાઈ મંગાભાઈ સરસિયાની પુત્રી ધારા સાથે પ્રેમલગ્ન ક્યા હોઈ ધારાને પાછી લાવવા હરેશના સાસરિયાં દબાણ કરતા હતા.
આથી પોલીસે સવજીભાઇ મૂળ બગસરા તાલુકાના હડાળા ગામના વતની હોઇ હડાળામાં તેના કુટુંબીજનોની કડક પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા. ઇકો કાર પણ ભાડે કરાયાનું જાણવા મળ્યું હતું. ગાંગજીભાઈનું અપહરણ કરી કાર વિસાવદર પાસે રતાંગ ગામે આવેલા એક આશ્રમમાં મૂકી આવ્યાની હકીકત મળી હતી. આથી પોલીસ રતાંગના એ આશ્રમે પહોંચી હતી.
જ્યાંથી ગાંગજીભાઇને છોડાવ્યા હતા. પોલીસે ત્યાંથી આરોપીઓ સવજીભાઈ મંગાભાઈ સરસીયા, વિનુભાઈ ભીખુભાઈ સરવૈયા, હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ ભીખુભાઈ સરવૈયા, અને પ્રફૂલ લાલજીભાઈ સરવૈયાની ધરપકડ કરી હતી. પોલીસે બાકીના આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.