ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસનાં 42 ગામના લોકો સારવાર માટે આવી રહ્યાં છે. જો કે, છેલ્લા થોડાક દિવસથી ઓપીડીમાં વધારો થયો છે. અને લુ અને ગરમી લાગવાના લીધે દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને લુનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી બિમારીમા પણ વધારો જોવા મળી રહ્યો છે.
ભેંસાણની વાત કરીએ તો અહીંયા કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા- ઉલ્ટી, તાવ, બીપી ઘટવુ, ચક્કર આવવા, લુ લાગવાથી પેટમાં દુખાવો થવો. સહિતના દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. અને હાલ 180થી 200 દર્દીઓની સારવાર થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું કહે છે તબીબ ?
આ અંગે મેડિકલ ઓફીસર પ્રતિક વેકરીયાએ કહ્યું હતું કે, લોકોએ બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવુ જોઈએ. અને ગરમીથી બચવા માટે સુતરાઉ કાપડ જ પહેરવું જોઈએ. ઉપરાંત સતત પાણી પિતા રહેવું જોઈએ. આ ઉપરાંત બજારની વસ્તુઓ આરોગવાથી દૂર રહેવું જોઈએ.
2 તબીબની જગ્યા ખાલી
ભેંસાણ આરોગ્ય કેન્દ્રમાં 42થી વધુ ગામના લોકો સારવાર માટે આવતા હોય પરંતુ અહીંયા છેલ્લા કેટલાક સમયથી એક જ તબીબ ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે 2ની જગ્યા ખાલી છે. જે જગ્યા વહેલીતકે ભરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.