રજુઆત:ખાતર, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાથી ખેડૂતો પાયમાલ

ભેંસાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણ કોંગ્રેસનું મામલતદાર સહિત મુખ્યમંત્રીને આવેદન

ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતીનુું નિર્માણ થયું છે. પાછોતરા વરસાદના પગલે સંપુર્ણ પાક નાશ પામ્યો છે. ઉપરથી ખાતર, પેટ્રોલ-ડિઝલ, સીએનજી, પીએનજી સહિતનામાં ભાવ વધારાને કારાણે ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. આમાં ખેડૂતોની આવલ ડબલ કરવાની વડાપ્રધાનની જાહેરાત સાર્થક ન થતી હોય તેમ ખેડૂતો ડબલ મારથી પાયમાલ થઈ રહ્યા છે. ભેંસાણ મામલતદાર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસ તરફથી આવેદન પાઠવ્યું છે. આ તકે નટુભાઇ પોકિયા, વજૂભાઈ મોવલિયા, રામજીભાઇ ભેસાણીયા, રવજીભાઈ ઠુંમર, દીલુભાઈ વાંક સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...