તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની મીટ:વરસાદ ન થતાં ખેતરોમાં થયેલ વાવણી નિષ્ફળ જવાની ભીતી

ભેંસાણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડુતોએ મોઘાંદાટ બિયારણ ખર્ચી ખેતરમાં વાવેતર કરી નાખ્યા છે. પરંતુ કુદરત પણ ક્રોપાઈમાન ન હોય તેવી હાલતમાં સ્થિતી સર્જાઈ છે. ભર ચોમાસે વરસાદ વરસતો નથી અને કુવા, તળાવ, નદી, બોરના તળીયા દેખાય ગયા છે. જેથી ખેડુતોમાં ઉભા પાક સુકાઈ જતા જગતનો તાત વરસાદની મીટ માંડીને બેઠો છે.

દરમ્યાન જો વરસાદ આગામી 5 કે 6 દિવસમાં નહીં પડે તો ખેડુતોનો ઉભો પાક સંપુર્ણ સકાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. તડકાપીપળીયા ગામના ઉપ સરપંચના જણાવ્યા અનુસાર સરકારે વિમા યોજના પણ સંપુર્ણ બંધ કરી દીધી છે. બીજી તરફ લાઈટમાં વધારો કરાયો છે. પરંતુ જે બિલકુલ કામનો નથી કેમ કે ખેડુતોને પીવાના પાણીના પણ ફાફા પડી રહ્યા છે. અને તાઉતે વાવાઝોડાએ ઉનાળુ પાક પર પાણી ફેરવી નાખ્યું હતું. આ વર્ષે વરસાદ ન વરસતા ધરતી પુત્રોની હાલ કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...