તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંગ્રહોના તળીયા દેખાયા:સોરઠ પંથકમાં વરસાદ લંબાય તો દુષ્કાળની ભિતી, નદી, નાળા, ડેમના તળિયા દેખાતા ખેડૂતો ફુવારા તરફ વળ્યાં

ભેંસાણ,ડોળાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ રાજ્યભરમાં વરસાદની કોઈ શક્રિય સિસ્ટમ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ વરસાદ પાછો ખેંચાતા તળના પાણી ખુટવાના આરે છે. બીજી તરફ વાવાઝોડાએ કહેર વર્તાવતા હાલ ખેતરમાં ઊભો પાક મુરજાવાની હાલતમાં છે. ભેંસાણ પંથકમાં સિઝનનો માત્ર સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત છેલ્લા બે મહિના થવા આવ્યા હોવા છતાં વરસાદ ન થતાં નદિ, તળાવ, ચેકડેમ જેવા જળસંગ્રહોના તળીયા દેખાવા લાગ્યા છે.

ચોમાસાની સિઝન ત્રણ મહિના વિતી ગયા હોવા છતાં વરસાદ ન થતાં ધરતી પુત્રોની હાલત કફોડી બની છે. ખેતરમાં રહેલા ઊભા પાકને બચાવવા ખેડૂતો હાલ ફુવારા તરફ વળ્યાં છે. ઉપરાંત સતત વધતી જતી મોંઘવારી, બેરોજગારી, મંદી જેવી સમસ્યા જોતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. કોડીનાર તાલુકામાં પણ વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. તાલુકાના 40 જેટલા ગામોમાં હાલ પાણીના તળ ઉતરી ગયા છે તો નદિ, નાળા, ડેમ ખાલી થવાના આરે છે.

અડધુ ચોમાસું વિતી ગયુ હોવા છતાં આ વિસ્તારમાં માત્ર આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 20 વર્ષથી દર વર્ષે ખાલી અષાઢ મહિનામાં જ 30 ઈંચથી વધુ વરસાદ પડતો હોય છે. શ્રાવણ મહિનના 3 દિવસ વિતી ગયા હોવા છતાં વરસાદના કોઈ એંધાણ નહિં દેખાતા બજારોમાં મંદીનો માહોલ સર્જાયો છે. જો બે દિવસમાં વરસાદ નહિં થાય તો મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતીએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. એટલુ જ નહિં પણ દુષ્કાળ થવાની ભીતી ખેડુતોમાં સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...