ભેંસાણ નજીકનાં પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી થઈ ન હતી. જો કે, હાલ સ્થિતી સામાન્ય થતા અષાઢી બીજની ઉજવણી 1 જુલાઈના કરવામાં આવશે અને મેળાને લઈ પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
મહંત પૂ.કરશનદાસ બાપુ, ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાતા આ કાર્યક્રમમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે. સીસીટીવી, પોલીસ બંદોબસ્ત, સ્વયં સેવકો મેળામાં કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય તેમને લઈ અત્યારથી કામગીરી શરૂ કરી દીધી છે. આ દિવસે સંતવાણી, વિવિધ ધાર્મીક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.