પોષણક્ષમ ભાવ આપવા માગ:ડુંગળીના ભાવે ધરતીપુત્રોને રડાવ્યા, વિઘાદીઠ 20 હજારનો ખર્ચ; પ્રતિમણના ભાવ માત્ર 70 રૂપિયા

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ કહ્યું સરકારે 2 રૂપિયાની સહાય જાહેર કરી અમારી મજાક ઉડાવી

જૂનાગઢમાં પંથકમાં આ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકમાં મગ, અડદ, તલ, બાજરી, ડુંગળી, લસણ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. મોટા ભાગનો પાક તૈયાર થઈ ગયો છે. જો કે, અમુક જણસના પુરતા ભાવ ન મળતા હોય. ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

ભેંસાણ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ખેડૂતોએ લસણ ઉપરાંત ડુંગળીનાં પાકનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. અને ચાર મહિનાની સખત મહેનત બાદ આ પાક તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ ખુલ્લા બજારમાં મણ દિઠ માત્ર 50 થી 70 રૂપિયા જ ભાવ મળતો હોય. ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેડૂતોએ કહ્યું હતું કે, સરકાર મણ દિઠ માત્ર 2 રૂપિયાની સહાય જાહેર કરી છે. તે યોગ્ય નથી. જેથી યોગ્ય ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરવા માંગ પણ કરી હતી.

શું કહે છે ખેડૂત ?
ભેંસાણનાં ખેડૂત મનસુખભાઈ હરખાણીએ કહ્યું હતું કે, વિઘા દિઠ 18 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. પરંતુ હાલ પાકનો ભાવ પુરતો મળી રહ્યો નથી. જેથી બિયારણ અને દવાનો ખર્ચ પણ માથે પડી શકે તેમ છે.

નિકાસ કરવાની માંગ ઉઠી
ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારી સરકાર પાસે એક જ માંગ છે કે, મગફળી, ચણા, ઘંઉની જેમ ડુંગળીના મણનાં 500 રૂપિયા જાહેર કરી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અથવા તો નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...