મુશ્કેલી:ભેંસાણમાં જગ્યાનાં અભાવે મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોને રાત ઉજાગરા

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકાનાં ભાવે ખરીદાતી મગફળીને લઈ મુશ્કેલી
  • સીલાઈ મશીનની ઘટ, એક જ જવાબ આવકમાં છે, પણ ન જ આવ્યા

સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હોય. જો કે, ભેંસાણમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે, ખેડૂતોને મેસેજ કરી બોલાવાઈ છે. ગત રવિવારે આશરે 140 જેટલા ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. પરંતુ શેડમાં જગ્યા ન હોય જેથી ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે, ગ્રેડીંગ થયા પછી બે દિવસ બાદ મગફળીનો તોલ થશે. અને અધિકારીઓને પૂછવામાં આવે તો કહેવાય છે કે, શેડમાં જગ્યા થશે ત્યારે વારો આવશે. આ ઉપરાંત જથ્થો સમયસર યોગ્ય જગ્યાએ પહોંચતો ન હોય. જેથી આ સ્થિતીનું નિર્માણ થયું છે. ક્યારેક તો ખેડૂતોને બે દિવસ સુધી અહીંયા જ રોકાવું પડે છે.

આ ઉપરાંત જે મગફળીનો તોલ થયો હોય તેમાં સિલાઈ મશીનનાં અભાવે સમયનો વેડફાટ થાય છે. આ અંગે પૂછતા એક જ જવાબ મળે છે કે, મશીન આવકમાં છે. પરંતુ આજ દિન સુધી મશીન આવ્યું નથી. જેથી આ તમામ પ્રશ્નોને લઈ વહેલીતકે યોગ્ય કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારે બે-બે દિવસ રાત્રી રોકાણ કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...