ઉગ્ર માંગણી ઉઠી:ભેંસાણ-જૂનાગઢ રોડ પર ખાડાથી ચાલકો પરેશાન

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડને સિમેન્ટ અને ડામરથી મઢવા વેપારીઓમાંથી ઉગ્ર માંગણી ઉઠી

ભેંસાણ-જૂનાગઢ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા મસ મોટા ખડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાહદારીઓમાં અકસ્માતનો સતત ભય વર્તાઈ રહ્યો છે. ભેંસાણનાં જૂનાગઢ રોડ ઉપર મસમોટા ગાબડા પડતાં બિસ્માર રોડ બાબાતે તંત્ર દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ખાસ પગલા લેવામાં ન આવતાં માટી બુરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષેથી તંત્ર વરસાદ બાદ પડેલા ખાડામાં માટી બુરી સંતોષ માની લે છે.

જેના કારણે વરસાદમાં માટીનું ઘોવાણ થતાં ફરીથી ખાડામાંથી પસાર થવા લોકો મજબુર બન્યાં છે. અનેક વખતની રજૂઆત કરી હોવા છતાં પી.ડબ્લુ.ડી. વિભાગ આખા આડા કાન કરી રહી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. અહિંથી પસાર થતાં વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલીક ખાડાઓ સિમેન્ટ કોક્રીટ અથવા ડામરથી મઢવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...