તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓર્ગેનિક ખેતી:અઢી વિઘા જમીનમાં નેટ હાઉસથી ઓર્ગેનિક શાકભાજીનો બમણો ઉતારો

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરના મહામારીનાં સમયમાં પણ ભેંસાણનાં ખેડૂત દ્વારા ઓર્ગેનિક ખેતીમાંથી જ સારી કમાણી ઉભી કરવામાં આવી. - Divya Bhaskar
કોરના મહામારીનાં સમયમાં પણ ભેંસાણનાં ખેડૂત દ્વારા ઓર્ગેનિક ખેતીમાંથી જ સારી કમાણી ઉભી કરવામાં આવી.
  • ભેંસાણના બરવાળાના ખેડૂતને ત્યાં છુટક ખાવાવાળા, શાકભાજીનાં ફેરિયાની શાક લેવા પડાપડી થાય છે
  • જૂનાગઢ, જેતપુરમાં પોતાનું શાક હોલસેલ ભાવે મોકલે છે, બીજા કરતાં 5 થી 10 રૂપિયા વધુ મળે છે

કોરોના મહામારીના સમયમાં લોકો ઓર્ગેનિક શાકભાજી અને અનાજનું મહત્વ સમજતા થયા છે. ત્યારે ભેંસાણ તાલુકાના બરવાળા ગામના ખેડૂતે માત્ર અઢી વીઘા જમીનમાં નેટ હાઉસમાં ગાય આધારિત ખેતી થકી શાકભાજીનું બમણું ઉત્પાદન મેળવ્યું છે.

ભેંસાણના બરવાળાના ખેડૂત રમેશભાઇ આહીરે સરકારની સબસિડી અને અન્ય સહાય થકી 23 લાખના ખર્ચે પોતાની અઢી વીઘા જમીનમાં નેટ હાઉસ ઉભું કર્યુ છે. સાથે પોતાની 15 ગાયોના ગૌમૂત્ર, ખાટી છાશ, જીવામૃતમાંથી ગલકા, દુધી, ગવાર, ભીંડા, ચીભડાનો પાક લેવા માંડ્યો. દોઢેક માસ પહેલાં વીઘે 10 હજારનો તેમને ખર્ચ થયો.

પાણી પણ ઓછું જોઇએ. અને તાજેતરમાં હવે તેઓ ભેંસાણ, જૂનાગઢ અને જેતપુરમાં પોતાનું શાક હોલસેલ ભાવે મોકલે છે. જેમાં તેમણે બીજા કરતાં 5 થી લઇ 10 રૂપિયા વધુ મળે છે. છૂટક ખાવાવાળા, ખુદ શાકભાજીના ફેરિયા તેમનું શાક લેવા પડાપડી કરે છે. આ રીતે તેઓએ કોરોનાના સમયમાં પણ ખેતીમાંથીજ સારી કમાણી ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...