તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ભેંસાણના 22 ગામડાઓમાં દિનકર યોજના લાગુ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકી રહેલા ફીડરોને આગામી સમયમાં આવરી લેવામાં આવશે
 • દિવસ પાળી વિજળી કરતા ધરતીપુત્રોમાં રાની પશુનો ભય દૂર થયો

ભેંસાણ પંથકના ગામડાઓ જંગ વિસ્તારની બર્ડર નજીક આવેલા હોવાથી આ વિસ્તારમાં રાની પશુઓનો વસવાટ હોય. જેવા કે સિંહ દીપડા જેવા વન્યા પ્રાણીઓ રાત્રીના સમયે વાડી વિસ્તાર તરફ આટાફેરા કરતા હોય. ત્યારે બીજી તરફ રાત્રીના સમયે વાડીઓમાં રખોપુ કરતા ખેડૂતોને હેરાન કરતા હોય અને અવાર-નવાર ગામમાં ઘુસી મારણ કરતા હોય છે. જેના કારણે ખેડૂતોમાં રાની પશુઓનો ભય ફેલાયો છે. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા દિવસ પાળી વિજળી કરવા સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી છે.

સરકારએ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને ભેંસાણ તાલુકાના 22 ગામડાઓને સૂર્યોદય દીનકર યોજના અંતર્ગક આવરી લઈ રાત્રી પાળી વીજ પુરવઠાને દીવસ પાળીમાં ફેરવામાં આવ્યો છે. જેમાં સવારે 5 વાગ્યા થી બીજા દીવસના રાત્રીના 9 વાગ્યા સુધી વીજ પુરવઠો આપાશે જ્યારે રાત્રીના 9 વાગ્યા થી સવારના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. દીવસ પાળી પાવર મળતા ખેડૂતો વાડીએ પાણી વારવા જઈ શકશે. સરકારની આ યોજનાથી ખેડૂતો ખુબ જ ખુશ જોવા મળેલ છે. હજુ પણ બાકી રહેલા ફડરોમાં જરૂરી કામગીરી કરી બાકી રહેલા ગામડાઓમાં દિવસ પાળી પાવરમાં આવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો