ખેડૂતમાં રોષ:સોરઠમાં દિનકર યોજનાનો ફિયાસ્કો, ખેડૂતોને રાત ઉજાગરા

ભેંસાણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોરઠ પંથકમાં દિવસ પાળી ખેતીવાડી વિજળી આપવા સરકારે દિનકર યોજનાનો પ્રારંભ કર્યો હતો. પરંતુ રાત્રે વિજળી આપી યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. ભેંસાણ, વિસાવદ અને મેંદરડા વિસ્તારમાં દિનકર યોજના લાગું કરવા માંગ ઉછી છે.

ખેડૂતોને દિવસના 3 ફેઝ પાવર મળી રહે તે માટે આ યોજના લાગુ કરી હતી. પરંતુ ગીર વિસ્તારના મોટા ભાગના ફિડરોમાં શરૂ જ થઇ નથી અને જ્યાં શરૂ થઈ ત્યાં પણ ફરીથી રાત્રીના વિજ પુરવઠો કરી નાખ્યો છે. બીજી તરફ ગીર જંગલ વિસ્તાર હોવાથી હિંસક પ્રાણીનો ભયંકર ત્રાસ છે. જેનો અવાર-નવાર ખેડૂતો ભોગ બને છે.

આ ઉપરાંત સારા વરસાદના પગલે રવિપાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ત્યારે પીયત કરવું એ ખેડૂતો માટે જાનનું જોખમ બન્યું છે. આથી દિવસે વિજળી આપવા માટે વિસાવદર ટીમ ગબ્બરે રજૂઆત કરી છે. ઉપરાંત ભેંસાણમાં દિનકર યોજનાં નામે ઢોલ વગાડી ફટાકડા ફોડી મોટા તાયફા કરી ખેડૂતોને દિવસે વિજળી આપવાના સ્વપ્ન બતાવ્યાં હતા. જે પુર્ણ નથાં ખેડૂતમાં રોષ ફેલાયો છે. જે બાબાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, ઉપપ્રમુખ રામજીભાઈ ભેંસાણીયા સહિતના આગેવાનો દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરાઈ છે. જ્યારે મેંદરડાના તાલુકા ભાજપ આગેવાન પ્રતિક રૂપારેલીયાએ દિવસે વિજળી આપવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...