વિરોધ:ભેંસાણમાં જોબ ચાર્ટ નક્કી કરવો; પગારધોરણને લઈ તલાટી મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

ભેંસાણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2018થી રજૂઆતો કરવા છતા સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા લેવાયો નિર્ણય

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડલ દ્વારા 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા ભેસાણ તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા હડતાળનું એલાન કરાયું છે. અગાઉ સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાળનો મૌકુફ રાખી હતી. જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રીમંડળની ફરી આજ અચોક્કસ મદદની હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રીઓના પડતો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી થયેલ છે

જુનાગઢ જિલ્લાના તમામ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કામગીરી તથા ઘર ઘર તિરંગા યાત્રા તેમજ રાષ્ટ્ર તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરી બહિષ્કાર કર્યો છે. અને અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી દ્વારા આદેશ આપવામાં આવેલ છે જેમાં મુખ્ય પ્રશ્નમાં રેવન્યુ તલાટીનો જોબ ચાર્ટનક્કી કરવો, રેવન્યુતલાટી મુજબ અપાતા પગાર ધોરણ આપવા, તલાટી સિવાયની કામગીરી તલાટીઓને ન શોપવી સહિતની બાબતે હડતાળ પર ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...