તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:મોણિયામાં બિરાજે છે આઇશ્રી નાગબાઇમાંના વંશજો

ભેંસાણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પર રોજ બાવન ગજની ધ્વજા ચઢે છે, દેશવિદેશના શ્રદ્ધાળુ આવે છે
  • ભક્ત કવિ નરસિંહ મહેતાના સમકાલિન આઇશ્રી નાગબાઇમાંનો જન્મ ધણફૂલિયામાં થયો હતો

સોરઠ એટલે સંત અને શૂરાની ભૂમિ ગણાય છે. કારણકે, અહીં અનેક સંતો, જોગણી, સતીના બેસણાં છે. આવી જ એક ધાર્મિક જગ્યા એટલે વિસાવદર તાલુકાન મોણિયા ગામે આવેલું નાગબાઇમા નું આદ્યસ્થાન. ભક્ત કવિ નરસિંહ મહેતાના સમકાલિન ગણાતા આઇશ્રી નાગબાઇમાનો જન્મ ઓઝતના કાંઠે આવેલા ધણફૂલિયા ગામે પૂ. હરજોગ આપાને ત્યાં થયો હતો.

મોણિયા ગામે સાસરે વળાવ્યા બાદ હાલમાં તેમનો પરિવાર 19 મી પેઢીએ ગૌરાંગભાઇ વિનુભાઇ ગઢવી આઇશ્રી નાગબાઇમા મંદિરમાં રોજ બાવન ગજની ધ્વજાનું આરોહણ કરે છે. મંદિરમાં આખો દિવસ દર્શનાર્થીઓ માટે ચા-પાણી અને બે ટાઇમ થાળ ધરાવાય છે. અને શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે. દર વર્ષે નવરાત્રિની પણ અહીં પરંપરાગત રીતે ઉજવણી થાય છે. અહીં ગૌશાળામાં ગાયોની સેવા થાય છે. દેશવિદેશથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.

અન્ય સમાચારો પણ છે...