કોરોનાનો ડર:ભેંસાણના હિરા કારખાનામાં કારીગરોની અછતથી મંદી

ભેંસાણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવણીની સીઝન, કોરોનાનો ડર હોવાથી કારીગરો નથી આવતા

ભેંસાણમાં 30 થી 35 હિરાના કારખાના આવેલા છે. જેમાં તાલુકાના ગામડાઓમાંથી 10 હજારથી વધુ કારીગરો આવતા હોય છે. તાજેતરમાં કોરોનાને લીધે કારખાનેદારોની હાલત કફોડી બની છે.

આ અંગે કમલેશભાઇ સાવલિયા નામના કારખાનેદારના કહેવા મુજબ, અમે હિરાના કારખાના તો શરૂ કરી દીધા. પણ દરેક કારખાનામાં કારીગરોની ઘટ છે. ગામડામાં હજુ મહામારીની ભડક છે. તો બીજી તરફ બધા ખેતી સાથે સંકળાયેલા છે. આગામી સમય વાવણીનો હોઇ તેઓ ખેતીકામમાં વ્યસ્ત છે. આથી હીરાના કારખાનાઓમાં પણ મંદી ચાલી રહી છે. કારખાના શરૂ કર્યા પછી ખર્ચા ખુબજ વધી ગયા છે. કારીગરો પૂરતા પ્રમાણમાં નથી આવતા. આથી અમે પણ મુંઝવણમાં છીએ.

અન્ય સમાચારો પણ છે...