માંગણી:ઘઉંનું વિઘા દીઢ ઉત્પાદન માત્ર 25 મણ, ટેકાના ભાવ 500 જાહેર કરવા માંગ

ભેંસાણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણ યાર્ડના નવા ઘઉંની આવક શરૂ થઈ,પ્રતિમણ ભાવ રૂ.400 થી 480 બોલાયો

ભેંસાણ માર્કેટીંગયાર્ડ ખાતે નવા ઘઉંની આવક શરૂ થઈ છે. ત્યારે જ ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભેંસાણ પંથકમાં આ વર્ષે 15000 એકરથી વધુ જમીન માં ઘઉંના પાકનું વાવેતર થયું હતું.

જે પાક હવે તૈયાર થતા માર્કેટીંગ યાર્ડ ખાતે વેંચાણ અર્થે આવી રહ્યોં છે. અને પ્રતિમણ રૂ.400 થી 480 નો ભાવ બોલાયો હતો. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે દર વર્ષે વીઘા દીઢ 30 થી 50 મણનો ઉતારો જોવા મળતો હતો અને આ વર્ષે 20 થી 25 મણનો જ ઉતારો આવે છે. જેથી ઉત્પાદન ઘટ્યું છે.

સરકાર દ્રારા પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થનાર છે. જેમાં ભાવ વધારો કરવામાં આવે તો ખેડૂતોને હજુ પણ વધુ ફાયદો થઈ શકે તેમ છે. અને ભાવ રૂ.500 ની આસપાસ કરવો જોઈએ તેવી પણ માંગ ધરતીપુત્રોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...