તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મુંદ્રા-કચ્છના સમાઘોઘા પોલીસની દમનગીરી સામે કાર્યવાહી કરવા માંગ

ભેંસાણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેંસાણમાં ગઢવી, વિસાવદરમાં માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદન
 • 3 યુવાનોમાંથી 1નું પોલીસ કસ્ટડીમાં, 1નું સારવાર દરમિયાન મોત, 1 સારવાર હેઠળ

કચ્છ-મુંન્દ્રા તાલુકાના સમાઘોઘા ચારણ-ગઢવી યુવાનને પોલીસ દ્વારા મરણતોલ માર મારી મૃત્યું નિપજાવ્યું હતું. કે ગત મહિનામાં મુન્દ્રા-કચ્છ પોલીસ દ્વારા સમાઘોઘા ગામના અરજણભાઈ નામના ગઢવી યુવાનને વગરવાકે 7 દિવસ સુધી ગોંધી રાખી અમાનવીય રીતે અત્યાચાર કરી માર મારતા યુવાન મૃત્યું પામ્યો હતો. તેની સાથે અન્ય બે યુવાનોને પણ આ રીતે માર માર્યો હતો. કૃત્ય કરનારા તમામ ગુનેગારો તથા તેમને પરોક્ષ તથા પ્રત્યેકક્ષ રીતે મદદરૂપ થનારને ઝડપી પાડવા અને તેના પર કાર્યવાહી કરવા ભેંસાણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

માંગ નહીં સ્વિકારાઇ તો ચૂંટણીનો બહિષ્કાર
કચ્છના મુંન્દ્રા થયેલી ઘટનાના પડઘા સોરઠ પથંકમાં જોવા મળ્યા છે. સમસ્ત ગીર માલધારી સમાજ વિસાવદર તાલુકો દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. તેમજ જો સમસ્ત ચારણ સમાજની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચુંટણીમાં મતદાનનો બહીષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બાબતે વિસાવદર મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો