ઊનાળાની સીઝનમાં ગરમીના બદલે આકાશમાં વાદળો છવાઈ રહ્યા છે અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જ ભેંસાણ તાલુકાના અમુક ગામોમાં પણ માવઠું થયું હોય પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે આવેદન અપાયું હતું.
ભેંસાણ પંથકમાં ચુડા સહિતના ગામના ખેડૂતોએ ચણા, ધાણા, જીરુ, લસણ, ઘઉં સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ ગત રવિવારના રોજ કમોસમી વરસાદ પડતા રવિ પાક ઉપરાંત ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે. જેથી સરકાર દ્વારા વળતર આપવામાં આવે એવી માંગ સાથે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
જેમાં ચુડા ગામના સરપંચ, ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. અત્રે નોંધનીય એ છે કે, કમોસમી વરસાદથી રવિપાક ઉપરાંત કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. જેથી સર્વે કરી વળતર ચૂકવવામાં આવે એવી માંગ પણ ઉઠવા પામી છે. તસ્વીર. અરૂણ મહેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.