તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણ:કરિયા ગામે ડાયવર્ઝન બોર્ડ ન દર્શાવતા ખેતરમાં વાહન ઘુસી જતાં પાકને નુકસાન

ફરિયાદ ઉઠીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટ્રાક્ટરને જણાવતાં તે ઉડાઉ જવાબ આપતો હોવાની ફરિયાદ ઉઠી
  • રોડમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન

ભેંસાણના કરીયા ગામે ચાલી રહેલા રો૰ડના કામમાં જવાબદાર કોટ્રાક્ટર દ્વારા કરાઈ રહેલી કામગીરીમાં મોટાપાયે ભષ્ટ્રાચાર આચર્યો હોવાની ફરિયાદ થઈ છે. બીજી તરફ ડાઈવર્ઝન બોર્ડ લગાવવામાં નહીં આવતા ખેડુતોના ખેતરોમાં વાહન ચાલકો ઘુસી જતા ઉભા પાકને ભારે નુકસાન પહોંચે છે.

ભેંસાણના કરીયા ગામે રોડની કામગીરીમાં કોટ્રાક્ટર દ્વારા મસ મોટો ભ્રષ્ટાચાર આર્ચયો હોવાની તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. બીજી તરફ રસ્તાની સાઈડમાં ડાઈવર્ઝન કાઢવાના હોય પરંતુ તે બોર્ડ કે બેનરો લગાડવામાં નહી આવતા વાહન ચાલકો ખેડુતોના ઉભા પાકના ખેતરોમાં વાહનો ચલાવી રહ્યા છે.

આ બાબતે ખેડુત ભાવેશભાઈ રાબડીયા દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરતા કોન્ટ્રાક્ટર ઉડાવ જવાબ આપતા હોવાની ફરિયાદ કરી છે. કોનટ્રાક્ટરે જણાવ્યા હતું કે આમા અમારી કોઈ જવાબદારી નથી રાહદારીઓને જ્યાથી વાહન ચલાવવા હોય ત્યાથી ચલાવે જેથી ખેડુતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...