કામ અટકાવ્યું હોવાની ચર્ચા:ભેંસાણ- જૂનાગઢને જોડતા 21 કિમીનાં માર્ગનું કામ પૂર્ણ કરો

ભેંસાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 માસ પહેલા ખાતમુહૂર્ત થયું, કામ અટકાવ્યું હોવાની ચર્ચા

ભેંસાણથી જૂનાગઢ ત્રણ જિલ્લાને જોડતો 21 કિમીનો માર્ગ બિસ્માર હોય. જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા રજૂઆત બાદ આ રોડનાં કામને લઈ 41 કરોડની રકમ ફાળવાઈ હતી. અને 14 માસ પહેલા ખાતમુર્હૂત કરાયું હતું. તેમ છતાં આ કામ અધુરું છે. જાણવા મળતી વિગત મુજબ સેનસ્યુરીઝોનમાંથી આ માર્ગ પસાર થતો હોય.

જેથી પણ કામ અટક્યું હોય શકે છે. વનવિભાગ દ્વારા વહેલીતકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એ પણ જરૂરી છે. જ્યારે પરબતભાઈ મોણપરાએ કહ્યું હતું કે, રસ્તાનું કામ ચૂંટણી સમયે જ શરૂ કરાઈ છે. બાદમાં તુરંત જ બંધ કરી દેવાય છે. જો કે, આ કામ વનવિભાગ કે કોન્ટ્રાકટર કે પછી રાજકીય આગેવાનોએ અટકાવ્યું છે તે મુદ્દે અવઢવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...