તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કરિયા ગામે નવા બની રહેલા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

ભેંસાણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય તપાસ કરી એસ્ટિમેટ મુજબ કામગીરી કરવા માંગ

ભેંસાણના કરીયા ગામે હાલમાં સીસી રોડી કામગીરી શરૂ કરાઈ છે. જે રોડનુ કામ હલકી ગુણવતા વાળું થતું હોવાની ગ્રમજનો દ્વારા ફરિયાદ ઉઠી છે. જેમાં એસ્ટિમેટ મુજબ કામગીરી થતી નથી તથા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાથી યોગ્ય તપાસ કરવા માંગણી કરાઈ છે.

ભેંસાણ તાલુકાના કરીયા ગામે રૂ.40 લાખના ખર્ચે નવો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં જવાબદાર કોટ્રાક્ટરો તેમજ જવાબદાર સતાધીશો તથા રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા માસમોટો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે.

જેથી આ બાબતે જાગૃત નાગરીક હરેશભાઈ સરવૈયા, રમેભાઈ ડાંગર દ્વારા આ કામને યોગ્ય કરવા માટે ટેલીફોનીક જાણ કરાઈ હતી. પરંતુ અધીકારીઓ ભર નિદ્રામાં સુતા તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જેથી આ બાબાતે સીએમને રજૂઆત કરી એસ્ટિમેટ મુજબ સીમેન્ટ, કોક્રીટ વાપરી સત્વરે યોગ્ય તપાસ કરી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી ઉઠી છે. } તસવીર - અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...