તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો છેતરાયા:છોડવડી SBI ને ગ્રામજનો દ્વારા તાળા બંધી કરાઇ

ભેંસાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાન ક્રેડીટ કાર્ડના નામે ખેડૂતો છેતરાય છે

ભેંસાણના છોડવડી ગામે ગઈકાલે ગ્રામજનો દ્વારા એસબીઆઈ બેંકને તાળાં બંધી કરવામાં આવી હતી. એસબીઆઈ બેંકના નામે કિસાન ક્રેડીટ કાર્ડના નામે અરજદારોને બેંક પર બોલાવી છેતરામણી કરતા હોવાની રાવ સાથે એકીસાથે ગ્રામજનો બેંક પર ધસી જઈ તાળાં બંધી કરી હતી. પ્રાઈવેટ સંસ્થાની મહિલા એસબીઆઈ બેંકના નામે ખેડુતોને ફોન કરી તમને બેંક મોટી સંખ્યામાં લોન આપશે અને કિસાન ક્રેડીટ બેંકમાં તમારી ક્રેડીટ મોટી છે. તેમ જણાવી અરજદારોને બોલાવી છેતરામણી કરતી હોવાની ફરીયાદ ઉઠી હતી.

ભુતકાળમાં પણ ભેંસાણ તેમજ રાણપુર ગામના અનેક લોકોના આ ક્રેડીટ કાર્ડના નામે રૂપિયા કપાત થયા છે. જે ઘટના હજુ સમી નથી ત્યાં તો ફરીથી છોડવડી ગામની એસબીઆઈ બેંકમાંથી ફરીથી આવા ફોન આવતા ગામના જાગૃત નાગરીક તા.પ. સભ્ય ગાંડુભાઈ કથીરીયા તથા ગ્રામજનો સાથે મળી બેંક પર પહોંચી બેંકને તાળાં બંધી કરી કિસાન ક્રેડીટ કાર્ડ નામે થતી છેતરપીંડી અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...