તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:ભેંસાણનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન પરત ફરતા ઉજવણી

ભેંસાણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલી કાઢી હારતોરા સાથે રાજતીલક કરી સામૈયા કર્યા

ભેંસાણ તાલુકાના કરીયા ગામે આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતન પરત આવેલા ફોઝી યુવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી કાઢી ફોઝી યુવાનની બહાદુરીને બિરદાવી હતી.

ભેંસાણના કરીયાગામનો યુવાન વિશાલ ડાંગરે આર્મીની ટ્રેનીંગ સફળતા પુર્વક પુરી કરી હતી. યુવાન ગામ આવેલી પુરાણીક જગ્યા રૂડાપીરના દર્શન કર્યા હતા. યુવાનનું મેંદપરા થી કરીયા ગામ સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનીંગ પુરી કરી આવેલા યુવાનનું ગ્રામજનો દ્વારા સામૈયા કરી તિકલ સાથે હારતોરા કર્યા હતા. યુવાનની દેશભક્તીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...