તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ સ્ટોરી:મધમાખીની ખેતી કરી વર્ષે 1280 કિલો મધ વહેચી 6 લાખની આવક મેળવી

ભેંસાણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેંસાણનાં સુખપુરનાં ખેડુતે મધની ખેતીની શરૂઆત કરી
 • મધમાખી ઈટાલિયન જાતીની હોવાથી સારા પ્રમાણમાં મળે છે ઉત્પાદન, ખેડુતને શ્રેષ્ઠ ખેડુત તરીકે એવોર્ડ એનાયત કરાયો છે

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા ખેડુતે પોતાની મધ માખીની 10 પેટી લાવી પોતાની જમીનમાં મધની ખેતીની શરૂઆત કરી હતી. જેમાં સફળતા મળતા મધની 100 પેટી રાખી ઉત્પાદન કરતા વાર્ષીક અંદાજે રૂ.6,40,000ની આવક મેળવી છે.

સુખપુર ગામના ખેડુત આશીષભાઈ પટોળીયા દ્વારા પતાની જમીનમાં 100 મધ માખીની પેટી ખેતરમાં રાખી મધનું ઉત્પાદન કર્યું હતું. સાથોસાથ ઘાણા, વરીયાળી, અજમો, તલ જેવા શિયાળુ પાકના વાવેતર કરી તેના ફરતે મધમાખીની પેટી મુકી 1,280 કીલો મધનું ઉત્પાદન મેળવ્યું હતું. બજારમાં રૂ.500નું કિલો વેચી દેશભરમાં ફ્રી કુરીયર કરી પહોંચાડી ગત વર્ષે રૂ.6,40,000ની આવક મેળવી હતી. મધમાખીની ઈટાલયીન જાતીની હોવાથી ઉત્પાદન સારા પ્રમાણમાં મળે છે. જ્યારે ખેડુતને સરકારની આત્મા પ્રોજેક્ટ યોજના અંતર્ગત શ્રેષ્ઠ ખેડુત તરીકે એવોર્ડ પણ મળેલ છે.

પેટીમાં અંદાજે 20 હજાર મધમાખી ભરેલી હોય
માધમાખીના એક પેટીમાં અંદાજે 20 હજારથી વધુ મધમાખી ભરેલી હોય છે. જેમાં મેઈન એક મધમાખી જેને રાણી કહેવાય તેના ફલીનીકરણથી અસંખ્ય ઈડા મુકે છે. જે સમયાંતરે મધમાખીમાં પરિવર્તન પામે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો