માર્કેટીંગ યાર્ડ:ભેંસાણ પંથકમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ, ખેડૂતોને ચણા ખુલ્લા બજારમાં નહીં વેંચવા પડે

ભેંસાણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે પાંચ ધરતીપુત્રો પાક વેંચવા પહોંચ્યા, બંધ હોય મુશ્કેલી પડતી’તી

ભેંસાણ પંથકમાં આશરે 10 હજાર હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર થયુ હતુ. અને આગોતરો પાક તૈયાર થઈ ચૂક્યો હતો. પરંતુ ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, માર્કેટીંગ યાર્ડ ખાતે એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બીજા યુનિટનો પ્રારંભ હિરેનભાઈ સોલંકી, ચેરમેન નટુભાઈ પોંકીયા, રામજીભાઈ ભેંસાણીયા, વિપુલભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવ્યો હતો. અને પાંચ ખેડૂતોના ચણાનો તોલ થયો હતો. સારા ભાવ મળતા હોય જેથી ખેડૂતોમાં રાહત પ્રસરી છે. આમ ભેંસાણમાં બંને યુનિટ શરૂ થતા ખેડૂતોને ખુલ્લા બજારમાં ચણા નહીં વેંચવા પડે.

અન્ય સમાચારો પણ છે...