તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી શરૂ:ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીના માંડ પાંચ દિવસે શ્રીગણેશ

ભેંસાણ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યાર્ડમાં સ્ટાફના અભાવે ખેડૂતને પડતી હાલાકી સામે તંત્રના ઠાગાઠૈયા

રાજ્યમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો 1 એપ્રીલથી શરૂ કર્યા છે. જેની સામે ભેંસાણમાં ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતો ચિંતીત બન્યા હતા. જે બાબતે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાણે સફાળે જાગ્યું હોય તેમ ગઈકાલથી ખરીદી શરૂ કરવામાં આવી હતી.

આમ ભેંસાણમાં 5માં દિવસે ખરીદી શરૂ કરાઈ હતી. જેમાં માત્ર 10 ખેડૂતોને મેસેજ નાખી બોલાવવામાં આવ્યાં હતાં. વહેલી સવારમાં જ ખેડૂતો આવી પહોંચ્યાં હતા. પરંતુ સ્ટાફના અભાવે 11 વાગ્યે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં પણ એક તલાટી મંત્રી તો ગેરહાજર રહ્યા હતા. ભેંસાણ તાલુકાના 850 ખેડૂતોએ ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સરકાર દ્વારા એક હેક્ટર દીઠ 7 ખાંડીની ખરીદી રૂ.395 લેખે કરવામાં આવી રહી છે. જેના પરિણામે જગતના તાત ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ ભેંસાણ યાર્ડના અધીકારીઓના લાલીયાવેળાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો