તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:ભેંસાણના ખેડુતોની તાઉતે વાવાઝોડામાં થયેલા ભારે નુકસાનમાં સહાયની માંગ

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 15 દિવસમાં સહાય નહિં ચૂકવાય તો આંદોલન કરીશું : ધરતી પુત્રો

તાઉતે વાવાઝોડાને આજે દોઢ મહિનો થવા આવ્યો ત્યારે જનજીવન માંડ થાળે પડ્યું છે. પરંતુ થયેલા નુકસાન બાબતે સરકાર ઢીલી નીતી અપનાવી રહી હોવાનું વર્તાઈ રહ્યું છે. ભેંસાણ તાલુકાના ખેડુતોએ સહાયની માંગ કરી છે. સહાય નહિં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વાવાઝોડાએ વિનાસ નોતર્યો હતો જેમાં મોટા ભાગના ખેડુતોના બગાયતી પાકો તેમજ ખેતીવાડી તથા નેટહાઉસને ભારે નુકસાન થયું છે. સરકારે જેનો સર્વે કરી અને સહાયની જાહેરાત કરી હતી. પરંતુ ભેસાણ તાલુકાના તડકાપીપળીયા, બરવાળા, ગળથી, રફાળીયા જેવા ગામોમાં સર્વેની કામગીરી ન થતા સહાય ચુકવાઈ નથી. ઉપરાંત શાકભાજી ઉગડાનારા ખેડુતોના નેટહાઉસમાં ભારે નુકસાન થયું છે. આ બાબતે તાલુકા કોગ્રેસ પ્રમુખ વજુભાઈ મોલવીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર જો આગામી 15 દિવસમાં સહાય નહિ ચુકવવામાં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...