ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ,ઘઉં,ધાણા અને ચણા ની આવકમાં વધારો થયો છે જો કે ભાવમાં ઘટાડો થયો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.અને ક્યાંક ને ક્યાંક આર્થિક ફટકો પડી રહ્યોં છે.આ અંગેની મળતી વિગત મુજબ,ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા અને ઘઉં સહિતના પાક વેંચાણ અર્થે આવી રહ્યાં છે અને ટેકાના ભાવ કરતા સારા ભાવ મળી રહ્યાં હોય જેથી આવકમાં પણ વધારો થઈ રહ્યોં છે.
સેક્રેટરી એસ.પી કુબાવત ના જણાવ્યાં અનુસાર યાર્ડમાં કપાસ નો સૌથી ઊંચો ભાવ બોલાયો હતો અને આવક પણ પુષ્કળ પ્રમાણ માં થઈ હતી જ્યારે ધાણા પ્રતિમણ 1100 થી 1450 સુધીના ભાવે વેચાયાં હતા તેમજ ઘઉં 430 થી 550 ના ભાવમાં વેંચાણ થયું હતું આમ ટેકાના ભાવ કરતા યાર્ડમાં ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા હોય અને રોકડ નાણાં મળી જતા હોય જેથી ટેકો ફેઈલ થાય તો પણ નવાઈ નહીં જો કે બજારમાં સારા ભાવ જળવાઈ રહે એ પણ જરૂરી છે.
ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ
વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉ,ચણા,ધાણા સહિત ના શિયાળુ પાક લેવાતા ખેતરો ખાલી થતાં ખેડૂતો નવા કામે લાગી ગયા છે અને અત્યારે અડદ,મગ, બાજરી સહિત ના ઉનાળુ પાકો ના વાવેતર ની શરૂઆત કરવામાં આવેલ છે જે તસ્વીર માં નાવદ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા ના ખેતર માં અડદ નુ વાવેતર કરવમાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.