નુકસાન:ભેંસાણનાં ખેડૂતોએ કહ્યું, પાક ઉત્પાદનને 1 મહિનો જ બાકી હતો ત્યાં જ મગફળીને જીવાત ખાઈ ગઈ

ભેંસાણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોડવડી સહિતના ગામોમાં 2500થી વધુ વિઘા જમીનમાં મુંડાથી નુકસાન

ભેંસાણ પંથકમાં મગફળીના પાકમાં મુંડાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જ છોડવડી ગામે પણ મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધી ગયો હોય જેથી તૈયાર થવા જઈ રહેલો પાક સુકાઈ ગયો છે અને 2500થી વધુ વિઘા જમીનમાં નુકસાન થયું હોવાનંુ જાણવા મળે છે. સરકાર દ્વારા તુરંત સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

વિઘે 10 હજારનો ખર્ચ કર્યો’તો
આ અંગે ખેડૂત મનસુખભાઈ પોંકીયાએ કહ્યું હતું કે, વિઘે 9 થી 10 હજારનો ખર્ચ કરી 25 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ પાક ફેઈલ થયો છે. આ ઉપરાંત પશુઓ માટે ચારો પણ નહીં બચી નહીં શકે.

કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ
પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ કથીરીયાએ મુંખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી 42 ગામોમાં સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...