ભેંસાણમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમનો લાભ લોકો બહોળી સંખ્યામાં લઈ રહ્યાં છે. મળતી વિગત મુજબ,જૂનાગઢના ભેસાણમાં જીનપ્લોટ ખાતે રહેતા ગોવિંદભાઈ બચુભાઈ ભેસાણીયા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગવત કથાકાર શાસ્ત્રીજી રાજુભાઈ જાની સંગીતમય સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે.
હિન્દુ સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ રહેલું છે ધર્મ વિશેના સંસ્કારોનું સિંચન ભક્તોમાં થાય છે કથા સાંભળનાર શ્રવણ કરનાર સર્વ શ્રોતાઓને ભાગવત કથા સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે ભાગવત કથા દરમિયાન વામન અવતાર, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત ઉત્સવ, શ્રી રામ જન્મ જેવા પ્રસંગોની શ્રોતા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભેસાણ તાલુકાના 42 ગામડાઓ માંથી હજારો લોકોની સંખ્યામાં કથાનું શ્રવણ કરવા માટે લોકો આવી રહ્યા છે સાથે ભજન ભોજન અને સત્સંગ નો સમવ્ય કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.