ખેડૂતોનાં વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ભેંસાણ મામલતદારને આવેદન આપ્યું હતું. અને વહેલીતકે પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી.ભેંસાણમાં ભારત કિસાનસંઘ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવું તેમજ ટકાનાં ભાવે ચણાની વહેલીતકે ખરીદી કરવામાં આવે તેમજ હાલમાં ખેડૂત દીઠ 25 મણ ખરીદીનું નક્કી થયું છે.
જે વધારી 200 મણ કરવામાં આવે. કારણ કે આ વર્ષે ચણાનું વધુ વાવેતર હોય. તેમજ સુર્યોદય યોજનામાં બાકી રહેલા ગામોનો સમાવેશ કરવો. તેમજ જમીન રીસર્વેની કામગીરીમાં જે ક્ષતિઓ રહી ગઈ છે. તેમનું તુરંત નિરાકરણ કરવું. આવા અનેક પ્રશ્નોનો 30 દિવસમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.
બજારમાં ઓછા ભાવે વેચવા પડે છે
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી અથવા ચણાની ખરીદી કરાઈ છે. પરંતુ નહીંવત પ્રમાણમાં જ જથ્થો લેવામાં આવતો હોય જેથી ક્યારેક તો બજારમાં નીચા ભાવે વેચવાની નોબત આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.