તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પરબધામ વાવડીમાં યોજાતો અષાઢી બીજનો મેળો રદ

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો

હિન્દુ પરંપરામાં એષાઢી બિજનું ખુબ જ મહત્વ રહેલુ છે. પરબધામ ખાતે દરવર્ષે અષાઢી બિજનો મેળો ઉજવવાની પરંપરા આવેલી છે. જેમાં 8 થી 10 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ઉમટી પડે છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને રાખીને મેળો રદ કરાયો છે.

તાજેતરમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ તેમજ પરબધામ સેવા સમિતિ દ્વારા કોરોના મહામરીને ધ્યાને રાખી લોકોના હિતમાં નિર્ણય લીધો છે. મેળો નહી યોજાય માત્ર પુજન વીધી કરી અષાઢી બિજ ઉજવાશે. મેળામાં માનવમહેરામણના લીધે લોકોની રોજગારી મળી રહે છે. મેળામાં સ્ટોલ ઉભા કરી રોજગારી મેળવતા હોય છે. પરંતુ મેળો નહીં યોજાતા આ લોકોની રોજગારી છીનવાઈ જતા પડ્યા પર પાટા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...