તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ભેંસાણના ગળથ ગામે ખેતરના શેઢા પર ખોદકામની ના પાડતા હુમલો

ભેંસાણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માણાવદરમાં યુવાન પર પાઈપ ઝીંકયો, ધમકી, રાવ

ગળથ ગામે રહેતાં એક ખેડૂતે શેઢા પર ખોદકામ કરવાની ના પાડતાં તેમને ગાળો ભાંડી લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી 4 શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ગળથ ગામે રહેતાં પ્રતાપભાઈ વિરકુભાઈ બસીયા ખેતરે કામ કરતા હોય ત્યારે બરવાળા ગામના બહાઉદીન દેસુરભાઈ ,મંગળુ દેસુરભાઈ ત્યાં આવ્યા હતા અને પ્રતાપભાઈ ના ખેતરના શેઢા પર ખોદકામ કરવા લાગતા તેમને ના પાડી હતી જેથી બન્ને ઉશ્કેરાય ગયા હતા અને ગાળો ભાંડી માર માર્યો હતો તેમજ બળદેવ અને હાર્દિકે લાકડી વડે હુમલો કરતા આ ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે અન્ય એક બનાવમાં માણાવદરમાં રહેતા દિપક વશરામભાઈ રાઠોડ પોતાના ઘરે સુતા હોય ત્યારે દીગુભા નામનો કોઈ વ્યક્તિ નીકળતા દીપકે કોણ છે તેમ પૂછતાં તેમના પર પાઇપ વડે હુમલો કરી ધમકી અપાઈ હતી જેથી આ શખ્સ વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો