ઉજવણી:ગણેશોત્સવ ઉજવવા એનઆરઆઇ મહિલા નાઇરોબીથી ભેંસાણ આવી; ખેતરમાં ગણેશ સ્થાપન અને 1100 લાડુનો યજ્ઞ

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેંસાણના બરવાળા ગામે રહેતા આહિર સમાજના ભાઈએ માનેલા નાઈરોબી ખાતે રહેતા બહેન દ્વારા ગણેશ પૂજામાં 1100 લાડુનો હોમ કરવામાં આવ્યો હતો. ગણપતિ ઉત્સવમાં સ્થાપના માટે પ્રીતીબહેન શાહ ખાસ નાઈરોબીથી બરવાળા ગામે રમેશભાઈ આહિરના ઘરે પધાર્ય હતા. તેમના દ્વારા તેમણે ખરીદી કરેલી જમિનમાં ગણપતિની સ્થાપના કરી હતી. સાથોસાથ વિવિધ પ્રકારના ભોગ ધરી અને ગણેશજીના હોમાત્મક હવનનું આયોજન કર્યું હતું.

દરમ્યાન 1100 લાડુનો ભોગ ધરી હવન કરાયો હતો. જેમાં પ્રિતી બહેનના જણાવ્યા અનુસાર વિદેશમાં પણ હિન્દુ ધર્મના લોકો દેવાધી દેવ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી ઉત્સવની ઉજવણી કરે છે. વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની જેમ સમુહમાં ઉજવણી વિદેશમાં ન થતી હોવાના કારણે તેઓ અહિંયા ધામધુમ પૂર્વક ઉજવણી કરવાનું પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...