રજૂઆત:કૃષિ બિલના વિરોધમાં ભેંસાણમાં કોંગ્રેસ સમિતીએ આપ્યું આવેદન

ભેંસાણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 મુદ્દાઓમાં ફેરફાર કરવા કરવામાં આવી રજુઆત

ભેંસાણમાં કોંગ્રેસ સમિતી દ્વારા કૃષિ બિલના વિરોધમાં દર્શવામાં આવ્યો હતો અને 6 મુદ્દા ફેરફાર કરવા અંગે રજુઆત કરી હતી. ભેંસાણમાં કૃષિ બિલના વિરોધમાં યાર્ડ બંધ રહ્યાં બાદ ભેંસાણ કોંગ્રેસ સમિતી મારફત ભેંસાણ તાલુકાના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, નવા સુધારા મુજબ, કલમ-10માં સુધારો કરવામાં આવેલ છે, જેમાં બજાર સમિતીની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી છે.

લોકલ ઓથોરિટીની વ્યાખ્યામાં આવતી સ્વાતંત્ર સંસ્થા છે. જેથી તેને સ્વતંત્ર રીતે મિલકત દેવા સંબંધી નિર્ણય લેવાની છુટ હોવી જોઇએ. આવી રીતે અલગ-અલગ છ મુદ્દાઓ પર રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હાલ કોરોનાની સ્થિતીમાં ખેડૂત વિરોધી બિલ હાલ પસાર કરવુ ન જોઇએ અને તેને પરત ખેંચવું જોઇએ તેવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...