તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:સનાતન ધર્મ વિશે ટીપ્પણી કરનાર આપ પાર્ટીના નેતા જગદગુરૂ શંકરાચાર્યની માફી માંગે

ભેંસાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણ બ્રહ્મ એકતામંચ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદનું આવેદન

તાજેતરમાં જ આપના નેતા દ્વારા બ્રહ્મસમાજને હલકો પાડવાના કૃત્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ સમાજમાં ભાગલા પાડી ધાર્મીક લાગણી દુભાવી સમાજમાં તિરાડો પાડી સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. જેથી સમાજની માફી માંગે તે માટે આવેદન આપવામાં આવ્યુ છે.

ભેંસાણ બ્રાહ્મણ એકતા મંચ, વિશ્વ હિંદુ પરિષદ, બંજરગ દળ દ્વારા આવેદન આપી જણાવ્યું છે. કે આપનો નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા સનાતન ધર્મની લાગણી દુભાવી સમાજમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપી દેશમાં શાંતિનો ભંગ કર્યો છે. ઉપરાંત હિન્દુ સંસ્કૃતી સાથે વ્યવહાર ભર્યા આચરણનું કૃત્ય કરતા લોકોની ધાર્મીક લાગણી દુભાવી હતી.

જેથી આપ નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા જગતગુરૂ શંકરાચાર્ય પાસે માફી માગે તેવી માંગ કરાઈ છે. આ બાબતે તમામ સંસ્થાઓ દ્વારા ભેંસાણ મામલતદારને આવેદન પાઠવ્યું છે. અને જો માંગણી નહીં સંતોષાઈ તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...