તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભેંસાણમાં 14.50 લાખના ખર્ચે અઘતન પોસ્ટ ઓફિસ બનશે

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક રજૂઆતોના અંતે કામગીરી શરૂ કરાઇ : વિવાદનો અંત આવતા નવી પોસ્ટ ઓફિસનું નિર્માણ થશે

ભેંસાણમાં નવી પોસ્ટ ઓફીસ બનાવવા માટે વર્ષ 1968માં કલેક્ટર હુકમોને આધીન પોસ્ટ ઓફીના નિર્માણ માટે જગ્યા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવામાં આવી હતી. બાદમાં વિવાદ સર્જાતા પોસ્ટ ઓફીસનુ નિર્માણ થવા પામ્યું ન હતું. અનેક રજૂઆતોના અંતે રૂ.14.50 ફળવતા નવી બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

વર્ષો પહેલા લેવામાં આવેલી જમીનના દસ્તાવેજો અને આધાર પુરાવામાં ખામી સર્જાતા પોસ્ટ ઓફીસનું કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ સાસંદ રાજેશ ચુડાસમાં તથા અનુભાઈ ગુજરાતી દ્વારા ઉચ્ચ રજૂઆતો કરતા સરકારે ગંભીરતા દાખવી સમસ્યાનું નિવારણ કરી રૂ.14.50 બિલ્ડીંગના નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. જૂના ભાડાનુ મકાન હોવાથી લોકોને તથા કર્મીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઊનાળામાં તથા ચોમાસાની સિઝનમાં ભરે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. નવી ઓફીસની કામગીરી શરૂ કરવામાં આવતાં શહેરીજનોમાં આંનદની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો