તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કામગીરી:ભેંસાણમાં 17 દિ"માં 350 લોકોને કોરોના સામે માત અપાવતી નર્સ

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણ કોવિડ સેન્ટર ખાતે વિશ્વ નર્સીંગ દિવસની ઉજવણી કરાઈ

કોરોના મહામારીના લીધે તેની સામે રક્ષણ મેળવવા માટે ભેંસાણના લેઉવા પટેલ સમાજ ખાતે કોવીડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં અભ્યાસક્રમ ચાલુ હોવા છતાં ગામની દીકરી નર્સ તરીકે સેવા આપી રહી છે. જેમાં ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા સરાહનીય કામગીરી કરી રહી છે. બીએસસી નર્સીગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ધરતી મહેતા દ્વારા અભ્યાસની સાથે કોવીડ સેન્ટરમાં સેવા પણ આપે છે. હાલ કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસક્રમ ચાલતો હોવાથી અડધો દિવસ કોવિડ સેન્ટરમાં સેવા આપે છે.

જેમાં તેણીએ છેલ્લા 17 દિવસમાં આશરે 350થી વધુ દર્દીઓને કોરોના સામે માત અપાવી સાજા કર્યા છે. સરપંચ ભુપતભાઈ ભાયાણીના જણાવ્યા અનુસાર કોવિડ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફનો મહત્વનો ફાળો છે. અને મોટા ભાગની ટ્રીટમેન્ટ આ દીકરીઓ દ્વારા કરવમાં આવે છે. આમ ખરા અર્થમાં કોરોના કાળમાં માનવજીવન બક્ષનાર નર્સ હોવાથી તેઓને અભિનંદન પાઠવી નર્સીગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...