તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કુંડલામાં સગીરાના અપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

ભેંસાણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મિસિંગ સ્પેશ્યલ સ્ક્વોર્ડે આંબરડી પાસેથી ઝડપી પાડ્યો

સાવરકુંડલામાં સગીરાના અપહરણના ગુનામાં નાસતા શખ્સને મિસિંગ સ્પેશ્યલ સ્ક્વોર્ડે આંબરડી પાસેથી ઝડપી લીધો હતો. અહીં પોલીસે આરોપીની સાથે સાથે સગીરાને પણ શોધી કાઢી હતી.નવી આંબરડી ગામે રહેતા જયદીપ ઉર્ફે જયલો મનસુખભાઇ ચોડવડીયા સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ જયદીપ ઉર્ફે જયલો પોતાની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી જિલ્લામાં પોલીસે સગીર વયના ગુમ થયેલાને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. સાવરકુંડલા મિસિંગ સ્પેશ્યલ સ્ક્વોર્ડના એચ. એચ. સેગલીયા, નીરજભાઇ દાફડા, રમેશભાઇ મારૂ, પરેશભાઇ સૌંદરવા, યુવરાજસિંહ ગોહિલ, પ્રવીણસિંહ ચૌહાણ અને બાલુભાઇ નાગરે અપહરણના ગુનામાં નાસતા જયદીપ ઉર્ફે જયલો ચોડવડીયાને આંબરડી ગામ પાસેથી સગીરા સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો